વલસાડની સેન્ટ જોસેફ સ્કૂલમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’ સર્જનાત્મક પ્રદર્શન યોજાયું
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસિસીની ૮૦૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સેન્ટ જોસેફ ઈ.ટી. હાઈસ્કૂલ, વલસાડ ખાતે ‘મેકિંગ યુઝફુલ થિંગ્સ ફ્રોમ વેસ્ટ મટીરિયલ્સ’ (કચરામાંથી ઉપયોગી વસ્તુઓનું નિર્માણ) વિષય પર ઍક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમર્સન ઇન લિવિંગ વોટર – રીઇમેજિનિંગ ફ્રેટર્નિટી વિથ ઓલ ક્રિઍશન થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમ શાળાના આચાર્યા સિસ્ટર સંગીતા ડીસિલ્વાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓઍ અદ્ભુત કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા દર્શાવી હતી. તેમણે રોજિંદા ઘરગથ્થુ કચરો, જૂના બોક્સ (કાર્ટન), પ્લાસ્ટિક અને અન્ય નકામી ચીજવસ્તુઓમાંથી આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ બનાવીને રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રૂથિનિયમ ડેન્ટલ પ્રોડક્ટ્સ પ્રા. લિ. (ગુંદલાવ, વલસાડ)ના ડિરેક્ટર અને કોર ઓપરેશનલ હેડ વિકી કોલ્લાબાથુલા ઉપસ્થિત રહ્ના હતાં. વિદ્યાર્થીઓની કૃતિઓનું મૂલ્યાંકન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ‘રિસાયકલ મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ખ્યાતનામ ડૉ. બિનિશ દેસાઈ તથા અમેરિકન સોસાયટી ઓફ સેફટી ઍન્જિનિયર્સના સક્રિય સભ્ય અને પૂર્વ હેલ્થ, સેફટી ઍન્ડ ઍન્વાયર્નમેન્ટ મેનેજર ડી. બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
?આ -સંગે શાળા પરિસરમાં ભ્ચ્વ્/ણ્ઝ઼ભ્ચ્ પ્લાસ્ટિક બોટલ શ્રિડિંગ મશીનનું પણ ઉદ્ઘાટન અને સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ ઘરેથી વપરાયેલી પ્લાસ્ટિક બોટલો લાવીને મશીન દ્વારા તેના નાના ટુકડા (ફ્લેક્સ) બનાવશે, જે રિસાયક્લિંગ ઍજન્સીને સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતિ, જવાબદારીની ભાવના અને રિસાયક્લિંગનું મહત્વ કેળવતી આ પહેલની ઉપસ્થિત વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો દ્વારા ભારે -શંસા કરવામાં આવી હતી.
