વલસાડના વોર્ડ નં. ૧ માં બિસ્માર રસ્તાઅો કયારે સુધરશે?
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ નગરપાલિકાના વોર્ડ નં.૧માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (ઞ્શ્ઝ઼ઘ્)દ્વારા હાથ ધરાયેલી ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈનની કામગીરી બાદ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ મામલે સ્થાનિક રહીશોની હાલાકીને ધ્યાને રાખીને વોર્ડ નં. ૧ના નગરપાલિકા સભ્ય વર્ષાબેન અમિતભાઈ પાનવાલાઍ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી રોડ રિસરફેસિંગ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, વોર્ડ નં. ૧ ના મુખ્ય વિસ્તારો જેવા કે શહીદ ચોકથી સુધડ ફળિયા, ઘાંચીવાડ, માછીવાડ, શહીદ ચોકથી ઈંટના ભઠ્ઠા સુધીનો માર્ગ તેમજ ખડકી-ભાગડાના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં ઞ્શ્ઝ઼ઘ્ દ્વારા પાણી અને ડ્રેનેજ લાઈન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થતાં સમગ્ર વિસ્તારમાં ખાડા અને ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે.
બિસ્માર માર્ગોના કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે, સાથે જ અકસ્માત સર્જાવાનો સતત ભય રહે છે. આ લોકપ્રશ્નની ગંભીરતા સમજીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ સર્વે કરાવી, તમામ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી વહેલી તકે રોડ રિસરફેસિંગની કામગીરી હાથ ધરાય તેવી માંગણી નગરપાલિકા સભ્ય દ્વારા કરવામાં આવી છે.
