દમણની બે બહેનો કરાટે સ્પર્ધા ઝળકી
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૦૪ ઃ સંઘપ્રદેશ દમણના ડાભેલ ગામની બે સગી બહેનોઍ મુંબઈમાં યોજાયેલી આંતર રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી દમણનું નામ રોશન કર્યું છે.
મુંબઈના અંધેરી પડ્ઢિમ સ્થિત અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ *‘ઍશિયા કપ–૯મી ઓપન કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ, જાપાન, શ્રીલંકા, મલેશિયા અને ભૂતાનના ખેલાડીઓઍ ભાગ લીધો હતો.
ડાભેલની રહેવાસી જયા બ્રિજેશ સિંઘે કાતા અને કુમિતે બંને કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતાં. જ્યારે તેની બહેન જુહી બ્રિજેશ સિંઘે કાતા કેટેગરીમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે બંને બહેનોઍ મેળવેલી આ સિદ્ધિથી પરિવારજનો સહિત ડાભેલ ગામ અને સમગ્ર દમણમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. દમણ પરત ફર્યા બાદ બંને ખેલાડીઓનું કેતન ઍનજીઓના પ્રમુખ અમીબેન પટેલ અને કેતન પટેલ દ્વારા સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. બંને બહેનોની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. પરિવારજનો અને સ્થાનિક રમતપ્રેમીઓઍ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
