Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

બાલચોંડીની ગ્રામસભામાં જમીન કબજેદારના પ્રમાણપત્ર માટે રજૂઆત

બાલચોંડીની ગ્રામસભામાં જમીન કબજેદારના પ્રમાણપત્ર માટે રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૪ ઃ બાલચોંડી ગ્રામ પંચાયતની ગ્રામસભા તા. ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલમાં સરપંચ રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ ગ્રામસભા દરમિયાન ગામના જાગૃત નાગરિક તરીકે હરેશ પટેલ, કમુ ખુશાલ તથા નારણ પટેલ દ્વારા જમીન કબજેદારનું પ્રમાણપત્ર મેળવવા અંગે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. રજૂઆત મુજબ, બાલચોંડી ગામના સર્વે નંબર ૪૭/૧માં આવેલી ૯૨ ગુંઠા જમીન વર્ષ ૧૯૬૫માં વાજવડ ગામના શંકર દગડુ પાસેથી ચમાર મરજી અને મુદ્રા શકા દ્વારા વેચાણ કરારથી લેવામાં આવી હતી. રજૂઆતકર્તાઓના જણાવ્યા અનુસાર, ત્યારથી છેલ્લા આશરે ૬૦ વર્ષથી તેમના વારસદારો આ જમીન પર કબજો રાખી ખેતી કરતા આવ્યા છે.
રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, જમીનના અગાઉના વેચાણકર્તા પક્ષના વારસદારો દ્વારા આ જ જમીન અંગે ફરીથી વેચાણની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી છે. આ બાબતે ગ્રામસભાનું ધ્યાન દોરી, સમગ્ર મામલાની યોગ્ય તપાસ થાય અને કોઈપણ વિવાદાસ્પદ કે નિયમવિરુદ્ધ કાર્યવાહી ન થાય તે માટે જરૂરી પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતકર્તાઓઍ ગ્રામસભા સમક્ષ માંગ કરી હતી કે, સર્વે નંબર ૪૭/૧ની જમીન અંગે ઉપલબ્ધ જૂના દસ્તાવેજો, વેચાણ કરાર, કબજો તથા ખેતીના પુરાવાની યોગ્ય તપાસ કરવામાં આવે અને કાયદેસરની પ્રક્રિયા મુજબ જમીન કબજેદારનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
સાથે સાથે, જમીન અંગે કોઈપણ પક્ષ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીથી વિવાદ ઊભો ન થાય તે માટે સંબંધિત મહેસૂલી અધિકારીઓ દ્વારા હકીકતોની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.