Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

ધરમપુરમાં ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આજે આવેદનપત્ર રજુ કરશે

ધરમપુરમાં ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આજે આવેદનપત્ર રજુ કરશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૪ ઃ  તાલુકાના ખેડૂતો અને યુવાનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ ધરમપુર ખાતે આવેદનપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક આગેવાન દેવુ મોકાશી દ્વારા ખેડૂતો, યુવાનો અને વડીલોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.  આ કાર્યક્રમમાં ખાસ કરીને વર્ષ ૨૦૦૬ હેઠળ કરવામાં આવેલી જમીન અધિકારની પડતર દાવા અરજીઓનો નિકાલ, ખેડૂતોને જમીનના કાયદેસર હક્ક આપવા, તેમજ સેટેલાઇટ સર્વેમાં થયેલી જમીન માપણીની ભૂલો સરકાર દ્વારા પોતાના ખર્ચે સુધારવા અંગે રજૂઆત કરવામાં આવનાર છે. આ ઉપરાંત ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે શાકભાજી અને ડાંગર સહિતના પાક માટે પોષણક્ષમ ભાવ અને પ્લ્ભ્ની વ્યવસ્થા, તેમજ ખ્ભ્પ્ઘ્ અને સરકારી ખરીદીની વ્યવસ્થા અંગે પણ માંગણી કરવામાં આવશે. બિયારણ અને ખાતરના વધતા ખર્ચ વચ્ચે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે મુદ્દો પણ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવશે. પહાડી અને ડુંગરાળ વિસ્તારમાં ખેતી તથા ઘાસચારો કાપવા દરમિયાન બનતી સર્પદંશ જેવી ઘટનાઓમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર અને સહાયની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પણ રજૂઆત કરવામાં આવશે. યુવાનોના શિક્ષણ અને ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નોમાં ફચ્ચ્વ્ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને ગેરરીતિ સામે કાર્યવાહી કરવાની માંગ પણ રજૂ કરવામાં આવશે.  કાર્યક્રમ તા. ૫ ઓક્ટોબર, સવારે ૧૧ વાગ્યે, બિરસા મુંડા વાવ ચોક નજીક આવેલા કોંગ્રેસ કાર્યાલય, ધરમપુર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ખેડૂતો, યુવાનો અને વડીલોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.