વલસાડ હાઈવે પર અકસ્માતમાં સુરતના આધેડનું મોત ઃ બે ગંભીર
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા ઝોયેબ ગુલામહુસેન (ઉં.વ. ૫૫) તેમના પરિવાર સાથે દીકરી ખતીજાને પુના મહારાષ્ટ્ર મૂકવા ગયા હતાં. ત્યાંથી પરત સુરત જતી વખતે વલસાડના પારનેરા પારડી પાસે વિમ્સ હોસ્પિટલની સામેથી પસાર થઈ રહ્ના હતાં. તે દરમિયાન અર્ટિગા કાર નંબર ઞ્થ્-૦૫-ય્હ્-૬૦૬૫ના ચાલક કાલુશાહ નુરશાહ શાહ રહે. કાલીપુલ, આંબાવાડી, સંગ્રામપુરા, સુરતઍ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કાર પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા ઝોયેબભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેમના પત્ની તસ્લીમબેન (ઉં.વ. ૫૩)ને ડાબા હાથના ખભાના ભાગે તથા દીકરી નફીસા (ઉં.વ. ૨૬)ને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે સુરતની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક ઝોયેબભાઈના મોટાભાઈ કાઈડજોહર ગુલામહુસેન કાંચવાલા રહે. જીવાની કોમ્પ્લેક્ષ, સુરતઍ આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે અર્ટિગા કારના ચાલક કાલુશાહ શાહ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
