Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

નારગોલ માલવણ બીચથી અજગરનું રેસ્ક્યું

નારગોલ માલવણ બીચથી અજગરનું રેસ્ક્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૪ ઃ ભારે વરસાદની રેલના પાણી સાથે ઉપરવાસના જંગલોમાંથી તણાઈ આવેલા વિવિધ પ્રકારના સાપો, ખાસ કરીને ઍક પછી ઍક અજગરો કાંઠા વિસ્તારમાંથી મળી આવી રહ્ના છે. નારગોલના માલવણ બીચ વિસ્તારમાં ઍક અઠવાડિયામાં બે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ વર્તમાન ચોમાસા દરમિયાન ભારે વરસાદની રેલની સ્થિતિમાં ઉપરવાસના વિસ્તારોમાંથી અનેક ચીજવસ્તુઓ નદીઓ મારફતે દરિયામાં આવ્યા બાદ કિનારે આવી પહોંચી હતી. જેમાં જંગલોમાંથી વૃક્ષોના થડ અને લાકડાઓ પણ તણાઈ આવ્યા હતા. આવા સંજોગોમાં અનેક પ્રકારના સાપો પૂરના પાણી સાથે દરિયા સુધી આવી પહોંચતા કાંઠા વિસ્તારના ગામોમાં અનેક સાપો જોવા મળી રહ્ના છે. નારગોલ ગામની અંદર વારોલી ખાડી તેમજ અન્ય ખાડીઓના પાણી સાથે અનેક પ્રકારના સાપો આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે. અગાઉ આ વિસ્તારમાં અજગર સાપ ભાગ્યે જ જોવા મળતા હતા, પરંતુ પૂરની સ્થિતિ બાદ નારગોલ ગામના દરિયાકિનારે આવેલા ખેતરો અને વાડીઓમાં અનેક અજગરો ફરતા જોવા મળી રહ્ના છે.