Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

દમણમાં સેવા સેતુ કેમ્પમાં ૧ હજારથી વધુ લોકોઍ લાભ લીધો

દમણમાં સેવા સેતુ કેમ્પમાં ૧ હજારથી વધુ લોકોઍ લાભ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૦૪ ઃ દમણમાં જિલ્લા પ્રશાસન દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી પટેલ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પનો શુભારંભ ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ અને દમણ નગરપાલિકા પ્રમુખ દીપિકા ટંડેલના હસ્તે કરવામાં આવ્યો હતો.

કેમ્પમાં ઍક જ સ્થળે લોકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે માટે કુલ ૩૬ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં ૧૪ કાઉન્ટર હેલ્પ અને સ્કેનિંગ માટે રાખવામાં આવ્યા હતાં. સમાજ કલ્યાણ, મામલતદાર કચેરી, શિક્ષણ, બેન્કિંગ સહિત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જ્યાં નાગરિકોઍ વિવિધ સેવાઓ, યોજનાઓ અને સરકારી પ્રક્રિયાઓ અંગે માહિતી મેળવી લાભ લીધો હતો.

સેવા સેતુ કેમ્પ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અરજીઓ અને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયામાં સહાય કરવામાં આવી હતી. ઍક જ સ્થળે અનેક સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી પણ રાહત મળી હતી. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા સહિત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્ના હતાં. સમગ્ર કેમ્પ દરમિયાન ૧૦૦૦થી વધુ નાગરિકોઍ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.