Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

સેલવાસમાં વન્યજીવ સંરક્ષણ માટે મેરેથોન યોજાઈ

સેલવાસમાં વન્યજીવ સંરક્ષણ માટે મેરેથોન યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૪ ઃ  રાષ્ટ્રીય વન્યજીવ સાહ-૨૦૨૬ અંતર્ગત વન અને વન્યજીવ વિભાગ દ્વારા સેલવાસમાં ૫ કિમીની ‘રન ફોર વાઇલ્ડલાઇફ’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિંગ રોડ ફલાયઓવર સ્થિત ઍસડીઍમસી કોલેજ નજીક મુખ્ય વન સંરક્ષક સંજય વારડકર અને નગરપાલિકા પ્રમુખ સોમનાથે લીલીઝંડી આપી મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.
મેરેથોનમાં ખેલો ઇન્ડિયાના યુવા ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
દોડ પૂર્ણ કરનાર તમામ સ્પર્ધકોને મેડલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો. મેરેથોન દ્વારા વન્યજીવો અને કુદરતી પર્યાવરણના રક્ષણ માટે લોકોની ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો