દમણમાં ઉદ્યોગો માટે પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા ઈ-સેવા અભિયાન યોજાયું
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૨ ઃ પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ દ્વારા ઉદ્યોગોની સુવિધા માટે ઈ-સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ અભિયાનમાં ૭૦થી વધુ ઉદ્યોગોના પ્રતિનિધિઓઍ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન અનંતતવ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જૂના પ્લાસ્ટિક ચ્ભ્ય્ પોર્ટલમાંથી નવા સાંઝા ચ્ભ્ય્ પોર્ટલ (ઘ્ૃંંઁ ચ્ભ્ય્ ભ્ંશ્વર્દ્દીશ્ર) પર ઉદ્યોગોની નોંધણી અને સ્થળાંતર પ્રક્રિયામાં સહાયતા કરવાનો તેમજ વાર્ષિક રિટર્ન ભરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવાનો હતો.કાર્યક્રમમાં પ્લાસ્ટિક અપશિષ્ટ -સંસ્કર્તાઓ (ભ્ષ્ભ્) માટે વાર્ષિક રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, જ્યારે ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ (ભ્ત્ગ્બ્) માટે અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ હોવાની માહિતી આપવામાં આવી હતી.આ ઈ-સેવા અભિયાન ર્ચ્ીસ્ન્ફૂ ંશ્ ઝ઼ંજ્ઞ્િઁં ગ્્યસ્ન્જ્ઞ્ઁફૂસ્ન્સ્ન્ અંતર્ગત ઉદ્યોગો માટે ચ્ભ્ય્ સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે યોજાયું હતું. પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા ઉદ્યોગો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને ચ્ભ્ય્ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું અને પર્યાવરણીય નિયમોના પાલન અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી.
