પારડીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગ ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૨ ઃ સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પારડી કિલ્લા ઉપર તા. ૦૧-૧૦-૨૦૨૬ ના રોજ સવારે ૮ઃ૪૫ કલાકે સ્વચ્છતા શ્રમદાન ઍક દિન, ઍક કલાક, ઍક સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ દરમિયાન કિલ્લા ના વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર કોમલબેન ધિન્નેયા પ્રમુખ ચેતનભાઈ નાયકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ કારોબારી ચેરમેન ચેતનભાઈ ભંડારી,આરોગ્ય ચેરમેન કિરણભાઈ પટેલ, બાધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, મેઘાબેન ભાવસાર, જાગૃતિબેન શાહ, સેનેટરી ઇસ્પેક્ટર મેહુલભાઈ પરમાર, સિટી મેનેજર ભૂમિબહેન પટેલ, સુપરવાઈઝર પંકજકુમાર ગરણીયા નિવેદિતા પટેલ સ્વચ્છતા માર્શલ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્નાં હતા. વહેલી સવારના ભેગા મળી તમામ પાલિકાના હોદ્દેદારો તથા સદસ્યો અને કર્મચારીઓઍ કિલ્લા પર સફાઈ કરી સરકારના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
