Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

ઉમરસાડી દેસાઈવાડના દરિયા કિનારે શ્રમદાન કાર્યક્રમ યોજાયો

ઉમરસાડી દેસાઈવાડના દરિયા કિનારે શ્રમદાન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૨ ઃ બીજી ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્તાર પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈ વાડ ગામેં આવેલ અટલ બ્રિજ પાસેના દરિયા કિનારે શ્રમ દાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો  
ઉંમરસાડી દેસાઈ વાડ ના દરિયા કિનારે આવેલ અટલબ્રિજ તેમજ દરિયા કિનારે સ્વચ્છતા અભિયાનને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સ્વચ્છતા અભિયાન અંતર્ગતના કાર્યક્રમોના આયોજન બદલ તમામને અભિનંદન આપ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના જન્મદિવસે ઉમરસાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોતે સફાઈ કરી હતી અને ઍમની સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તાલુકા આંગણવાડીના બહેનો તાલુકા પંચાયતના સદસ્ય કર્મચારીઓ પારડી મામલતદાર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ જાલવિકાજી સ્મારક હાઇસ્કુલના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉંમર સાડી દેસાઈ વાડ ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ નાયકા ઉપસરપંચ ભુપેન્દ્રભાઈ પરમાર તલાટી મંત્રી સલોની બેન કોટલાવ ગામના સરપંચ દિનેશભાઈ માછીવાડ ગામના સરપંચ ખુશ્બુબેન ટંડેલ સાથે ગ્રામ પંચાયતના સંપૂર્ણ સ્ટાફ આર ઍન બી ના પારડી શાખાના ઍન્જિનિયર ભાવિનભાઈ અને ઍમની સંપૂર્ણ ટીમ માછીવાડ -ાથમિક શાળાના નાના ભૂલકાઓ સાથે સમગ્ર ટીમ માંગેલવાડ સ્વાધ્યાય પરિવારના બહેનો ખાનગી કંપનીના કર્મચારીઓ તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
અને અટલ બ્રિજ સાથે દરિયા કિનારાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી સાથે પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ પટેલ પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ શંકરભાઈ પટેલ મંત્રી ધવલભાઇ દેસાઈ જિલ્લા યુવા મોરચાના અભી ભાઈ ભંડારી અંકિતભાઈ પટેલ સાથે ઍમને તાલુકાની ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય નરેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન પટેલ કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ સાથે તાલુકા પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્ના હતા.
ઍમના સાથે જિલ્લા કલેકટર નીતિનભાઈ સાંગવાન પારડીના ડેપ્યુટી કલેક્ટર નિરવભાઈ પટેલ જિલ્લા બાંધકામ વિભાગના જતીનભાઈ પટેલ ઍન્જિનિયર જીગરભાઈ પટેલ મામલતદાર કાંતિભાઈ પટેલ ટીડીઓ ભગોરા સાથે જિલ્લા પંચાયતના સદસ્યો, શાળા અને આંગણવાડીના સ્ટાફ, વિદ્યાર્થીઓ, પંચાયતના સદસ્યો, સંગઠનના સદસ્યો,  વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ગ્રામજનો આ સેવા સ્વચ્છતા કાર્યક્રમમાં સાથે જોડાયા હતા સ્વચ્છતા અભિયાન બાદ દેસાઈવાડ પટેલ ફળિયા પાસે ના તળાવની પાળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો