Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

કરવડની કે.કે. હરિયા હાઈ.માં જિલ્લા આચાર્ય સંઘનું સ્નેહમિલન યોજાયું

કરવડની કે.કે. હરિયા હાઈ.માં જિલ્લા આચાર્ય સંઘનું સ્નેહમિલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લા આચાર્ય સંઘનુ અધિવેશન અને સ્નેહમિલન કાર્યક્રમ  શ્રી કે.કે. હરિઆ હાઈસ્કૂલ કરવડ વાપી ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને શાળાની વિદ્યાર્થીઓના સ્વાગત ગીત થી કરવામાં આવી શાળાના આચાર્ય દીપક કુમાર ઍન પટેલે ઉપસ્થિત મહેમાનોનુ પુષ્પગુચ્છ અને શબ્દોથી હાર્દિક સ્વાગત કરી આવકાર્યા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાજેશ્રીબેન ટંડેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌ આચાર્ય મિત્રોને શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન આપ્યું નિવૃત થયેલા આચાર્ય વિશિષ્ટ કામગીરી કરેલ આચાર્ય તથા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલ શાળાના આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારી  અને આચાર્ય સંઘ દ્વારા શિલ્ડ આ પી સન્માનિત કરવામાં આવ્યાં  તથા ઉપસ્થિત દરેક આચાર્યને આચાર્ય સંઘ દ્વારા અને નવનીત પ્રકાશન દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી પ્રસંગિક પ્રવચન  પ્રમુખ દિનેશભાઈ પટેલ. તથા અન્વેસક પંકજભાઈ પરમાર. મહિલા ઉપ પ્રમુખ ચેતનાબેન પટેલ આચાર્ય ભગિની સમાજ હાઈસ્કૂલ  દ્વારા કરવામાં આવ્યું સંઘના પ્રમુખ દ્વારા વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ શૈક્ષણિક અને વહીવટી સેમિનારો.  પરીક્ષાનુ સુચારું આયોજન. રાજ્ય અધિવેશન માં સો ટકા ડેલિગેસનતથા કલ્યાણ નીધિ મંત્રી ધર્મેશભાઈ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ કોપરલી દ્વારા દરેક સભ્યોનુ કલ્યાણ નીધીમાં સો ટકા રજીસ્ટ્રેશન કરાવવા બદલ ઍમના કાર્ય નીનોંધ લઇ બીરદાવામાં આવ્યા ત્યારબાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ થી ૨૦૨૮ સુધી નવા વરાયેલ પ્રમુખઓ દિપક ભાઈ આર પટેલ ઍસ.ઍમ.ઍસ હાઇસ્કુલ ધરમપુર અને દિપકકુમાર ઍન પટેલ આચાર્ય કે કે હરિઆ હાઈસ્કૂલ કરવડની પ્રમુખ તરીકે વરર્ણી કરવામાં આવી તથા કેતનભાઇ પટેલ આચાર્ય જોરાવાસણ હાઇસ્કુલ અને  સંજય સિંહ ડોડીયા સાર્વજનિક હાઈસ્કૂલ સાવરમાળ ની મહામંત્રી  તરીકે વરણી કરવામાં આવી અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યો નીમવામાં આવ્યા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટેલ દ્વારા  નવા વરાયેલ કમિટી સભ્યોને સંઘની ઍકતા જળવાઈ રહે અને આચાર્યના જે કોઈ પ્રશ્નો હોય ઍમને વળી કચેરીના સંકલનમાં રહી નિરાકરણ કરવાનું સૂચન કર્યું
અને નવા વરાયેલ દરેક મિત્રોને સંઘ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી કાર્યક્રમનું સંચાલન સ્મૃતિબેન દેસાઈ આચાર્ય પરીઆ હાઈસ્કૂલ દ્વારા કામ આવ્યું યજમાન શાળાના  આચાર્ય ઍ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો રાષ્ટ્રગીત બાદ સુરુચી ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.