ધરમપુરમાં જિલ્લા કોંગ્રેસે ગાંધી જયંતિની ઉજવણી કરી
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોંઢા, તા.૦૨ ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ધરમપુર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને સત્ય તથા અહિંસાના સિદ્ધાંતોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ પટેલ, ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ, ધરમપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ પટેલ, નાનાપોંઢા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ પટેલ, કપરાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ તુમડાં, ધરમપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ રમેશભાઈ પાડવી, જિલ્લા ઍસટી સેલના પ્રમુખ રાહુલભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.
