વલસાડમાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૨ ઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭ મી જન્મજયંતી નિમિત્તે, માનવ ઉત્થાન સેવા સમિતિ, વલસાડ શાખા દ્વારા તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વલસાડ ગાંધી લાઈબ્રેરી તેમજ મધ્યસ્થ બસ સ્ટેશન વલસાડ પરિસરમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સમિતિના પ્રભારી પૂજ્ય મહાત્મા અદ્વૈતાનંદજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વલસાડ માનવધર્મ આશ્રમના સંતો પૂજ્ય મહાત્મા ટીકાનંદજી, પૂજ્ય બંદગીબાઈજી તથા પૂજ્ય મહાદેવીબાઈજી વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત, વલસાડ ડેપો તરફથી ડેપો મેનેજર અનિલભાઈ અટારા, ઍટીઍસ. કેસી. પટેલ તેમજ અશોકભાઈ, પ્રવીણભાઈ નવીનભાઈ ખાસ હાજર રહ્ના હતા.
