Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

કકવાડીમાં ટ્રેક્ટર પલટી જતાં ઘવાયેલા શ્રમિકનું મોત

કકવાડીમાં ટ્રેક્ટર પલટી જતાં ઘવાયેલા શ્રમિકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૨ ઃ વલસાડના કકવાડી રોડ પર ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રોલીમાં બેસેલા ઍક યુવાન શ્રમિકનું ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટ્રેક્ટર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ ઓડિશાના સુંદરગઢ જિલ્લાના વતની અને હાલ કકવાડ ખાતે ખેત મજૂરી કરતા સનિયા ભીરસા ટોપનોઍ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને અન્ય શ્રમિક જેથુ કામેશ્વર સીંગ (ઉં.વ. ૨૮) કકવાડી ના શીરીષભાઈ ઈશ્વરભાઈ પટેલના ઝીંગાના તળાવ પર મજૂરી કામ કરતા હતા.
ગત તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ સાંજના ૪ઃ૪૫ કલાકે  ઝીંગા  તળાવ પરથી સામાન ઘરે મૂકીને ટ્રેક્ટર નંબર ઞ્થ્ ૧૫ ઘ્ફ ૫૪૬૦ લઈને પરત ફરી રહ્ના હતા. તે સમયે ટ્રેક્ટર શીરીષભાઈ ચલાવી રહ્ના હતા અને બંને શ્રમિકો ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા હતા. કકવાડી  રોડ પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારાતાં, ટ્રોલીનું ઍક ટાયર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને ટ્રેક્ટર-ટ્રોલી પલટી ખાઈ ગયા હતા.