Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

ધરમપુરમાં ૩ ભેંસોને લઈ જતો ટેમ્પો ઝડપાયો

ધરમપુરમાં ૩ ભેંસોને લઈ જતો ટેમ્પો ઝડપાયો


ધરમપુર, તા.૦૨ ઃ બિલપુડી સડક ફળિયા નજીક આવધાથી ધરમપુર તરફ આવતા રોડ પરથી પોલીસે રૂ.૬ લાખની કિંમતનો આઇસર ટેમ્પો અને ૩ ભેંસો મળી કુલ રૂ. ૬.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે. તા. ૧ ઓક્ટોબરની રાત્રે આઇસર ટેમ્પો નંબર ઝ઼ઝ઼-૦૧-ણ્-૯૬૪૫માં ત્રણ ભેંસોને પૂરતી હલનચલનની જગ્યા વિના તથા દોરડાથી કથિત રીતે કુરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતી હતી. આ મામલે પોલીસે ટેમ્પો ચાલક ધરમપુરના કાનજી ફળિયામાં રહેતા લિયાકત ગુલહસન આલીસર (ઉં.વ. ૩૩) સામે  ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.