સુરત-ઉદયપુર વંદે ભારત અને વલસાડ-સુરત મેમુને લીલી ઝંડી અપાઈ
- byDamanganga Times
- 03 October, 2026
વાપી, તા.૦૨ ઃ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે સુરતમાં આયોજિત ઍક સમારોહમાં સુરત-ઉદયપુર વંદે ભારત ઍક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.
સુરત-ઉદયપુર વંદે ભારત ઍક્સપ્રેસનું લોન્ચિંગ ભારતીય રેલ્વેના આધુનિક, અર્ધ-હાઈ-સ્પીડ, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના સતત પ્રયાસોમાં ઍક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રેષ્ઠ મુસાફરોની સુવિધાઓ, અદ્યતન સલામતી સુવિધાઓ અને હાઇ-સ્પીડ -વેગકથી સજ્જ આ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ અત્યાધુનિક ટ્રેનસેટ, બે મુખ્ય શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે, વિશ્વ કક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરશે અને મુસાફરો માટે સરળ મુસાફરી સુનિડ્ઢિત કરશે. આ બે નવી ટ્રેન સેવાઓનું લોન્ચિંગ પડ્ઢિમ રેલ્વેની મુસાફરોની સુવિધાઓને વિસ્તૃત કરવા અને રેલ કનેક્ટિવિટી વધારવા તરફ ઍક મહત્વપૂર્ણ પગલું છે. સુરત-ઉદયપુર વંદે ભારત ઍક્સપ્રેસ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આધુનિક અને ઝડપી રેલ મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે, જ્યારે વલસાડ-સુરત દૈનિક મેમુ ટ્રેન દક્ષિણ ગુજરાતના મુખ્ય સ્ટેશનો વચ્ચે દૈનિક મુસાફરોની સુવિધામાં વધારો કરશે.
