Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

વાપીમાં બોગસ ઍગ્રીમેન્ટથી કરોડોની મિલકત હડપવાના કેસમાં ગુનો દાખલ

વાપીમાં બોગસ ઍગ્રીમેન્ટથી કરોડોની મિલકત હડપવાના કેસમાં ગુનો દાખલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૨ ઃ જીઆઈડીસી ખાતે આવેલી હોટલની કિંમતી મિલકત અંગે ખોટો અને બનાવટી ઍગ્રીમેન્ટ તૈયાર કરી છેતરપિંડી આચર્યાની ગંભીર ફરિયાદ સામે આવી છે. હોટલ સુપ્રિમના સંચાલક મોહમ્મદ અલી ગુલામહુસેન અધારીયા (ઉં.૪૮, રહે. જીઆઈડીસી, વાપી) ઍ અવિનાશ સંજીવ ઘોડા (ઉં.૩૫, રહે. ૩૦૬, નારાયણ ચેમ્બર્સ, સર્વોદય હોટલ સામે, ગુંજન, વાપી) વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ તા.૦૨/૧૦/૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઍ તા.૩૦/૦૬/૨૦૧૮ ના રોજનો ઍક ઍગ્રીમેન્ટ બનાવ્યો હતો, જેમાં ફરિયાદીને પ્રથમ પાર્ટી અને આરોપીના પિતા સંજીવ ઘોડાને બીજી પાર્ટી દર્શાવ્યા હતા. તેમાં હોટલ સુપ્રિમ પ્રા.લી.ની મિલકત રૂ.૧,૫૧,૦૦,૦૦૦ માં ખરીદ કરવાનું, બાના પેટે રૂ.૧૧ લાખ રોકડા આપ્યાનું અને બાકીના રૂ.૧,૪૦,૦૦,૦૦૦ કન્વેયન્સ ડીડ વખતે આપવાનું દર્શાવ્યું હતું. આ ઍગ્રીમેન્ટમાં ફરિયાદીની સહી, ફોટો, આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરાયો હતો.
ફરિયાદીનું કહેવું છે કે આવો કોઈ ઍગ્રીમેન્ટ તેમણે ક્યારેય કર્યો નથી, તેઓ કોઈ નોટરી કે ઍડવોકેટની ઓફિસે ગયા નથી અને નોટરીના રજિસ્ટરમાં સહી પણ કરી નથી. ઍગ્રીમેન્ટ જોતાં જ સહીની કોપી કરેલી હોવાનું સ્પષ્ટ જણાયું હતું. આધુનિક ટેકનિકથી ફોટો, આધારકાર્ડ સરળતાથી મેળવી શકાય છે.
વધુમાં ફરિયાદીઍ પોતાની સહીના નમૂના હસ્તાક્ષર નિષ્ણાતને આપતા તા.૧૪/૦૨/૨૦૨૪ ના રોજ અભિપ્રાય મળ્યો હતો કે ઍગ્રીમેન્ટમાં કરેલી સહી ખોટી છે. નોંધનીય છે કે ઍગ્રીમેન્ટમાં દર્શાવેલ ખરીદનાર વ્યક્તિનું તા.૩૧/૧૦/૨૦૨૩ ના રોજ અવસાન થયું હતું. જીવિત હતા ત્યારે પાંચ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી અને અવસાનના બે માસ બાદ આડ્ઢર્યજનક રીતે દાવો કરાયો હતો, જેથી ફરિયાદી પાસેથી નાણા પડાવવાનું ગુનાહિત કાવતરું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. આરોપીઍ આ બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી વાપીના સિનિયર સિવિલ જજની કોર્ટમાં સ્પે.દિ.મુ.નં.૦૨/૨૦૨૪ થી દાવો દાખલ કર્યો હતો. આ અંગે ફરિયાદીઍ તા.૧૩/૦૨/૨૦૨૪ ના રોજ વાપી ટાઉન પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં  સ્ટેટ ઓફ યુ.પી.ના ચુકાદાના આધારે નામદાર કોર્ટમાં ફરિયાદ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે.