Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

વલસાડમાં સ્માર્ટ મીટર લગાવતી ટીમ પર હુમલો ઃ બે સામે ફરિયાદ

વલસાડમાં સ્માર્ટ મીટર લગાવતી ટીમ પર હુમલો ઃ બે સામે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ પૂર્વ સબ ડિવિઝન કચેરીના નાયબ ઇજનેર વિરલકુમાર બળવંતરાય પટેલ પોતાની ટીમ સાથે કેન્દ્ર સરકારની આર.ડી.ઍસ.ઍસ. યોજના હેઠળ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીમાં હતા. બપોરે ૩ કલાકે  તેઓ ધરમપુર ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલની બાજુમાં આવેલ દાસમણી કોમ્પ્લેક્ષની દુકાન નં. ૨૨ માં ગ્રાહક મહમદ શાકીબ અઝીઝભાઈ છીપાની દુકાને મીટર બદલવા ગયા હતા.
આ દરમિયાન ગ્રાહક મહમદ શાકીબ સ્થળ પર આવીને ઉશ્કેરાઈ ગયા હતા અને કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. ત્યારબાદ મહમદ શાકીબ ગેસ કટરના નોઝલવાળા પાઈપ વડે હુમલો કરવા દોડ્યા હતા. આ દરમિયાન વચ્ચે બચાવવા જતાં તેમની સાથે રહેલા તેમના ભત્રીજા મહમદ ઉબેઈ આરીફભાઈ છીપાઍ વીજ ટીમના જુનિયર ઍન્જિનિયર પ્રતિક ગામીત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નાયબ ઇજનેરનો કોલર પકડી શર્ટનું બટન તોડી નાખ્યું હતું અને ૅજો તમે સ્માર્ટ મીટર લગાવશો તો તમને જાનથી મારી નાખીશૅ તેવી ધમકી આપી હતી.  ઘટના દરમિયાન કર્મચારીઓઍ જનરક્ષક ૧૧૨ પર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ બનાવ સંદર્ભે નાયબ ઇજનેર વિરલકુમાર પટેલે સરકારી ફરજમાં રુકાવટ, ઝપાઝપી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની વલસાડ સીટી  પોલીસ માં  ફરિયાદ નોંધાવી છે.