વલસાડમાં ગાંધી જયંતી નિમિત્તે સાંસદે પુષ્પાંજલિ અર્પણ કરી
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ દેશના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતી નિમિત્તે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે.પટેલ અને વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વલસાડ શહેરમાં આવેલી ગાંધી લાઇબ્રેરી ખાતે પૂ. બાપુની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી સાદર નમન કર્યા હતા. આ સાથે જ બાપુના સત્ય, અહિંસા, પ્રેમ, કરૂણા અને સાદગીના વિચારોને વંદન પણ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્નાં હતા.
