Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

વાપીમાં ગાંધી અને શાસ્ત્રી જ્યંતિઍ વિવિધ કાર્યક્રમ યોજાયા

વાપીમાં ગાંધી અને શાસ્ત્રી જ્યંતિઍ વિવિધ કાર્યક્રમ યોજાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૨ ઃ રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપી શહેરમાં વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે વાપીને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
પર્યાવરણના જતન અને વાપીને વધુ હરિયાળું બનાવવા માટે ‘ઍક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મંત્રીશ્રીના હસ્તે વાપીની સંકલ્પ સોસાયટી અને ગોકુળ વિહાર સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.  ગાંધી બાપુને પ્રિય ઍવા ખાદીના વસ્ત્રોની મંત્રી સહિતના પદાધિકારીઓઍ ઉત્સાહભેર ખરીદી કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, ખાદી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર સંગઠન પ્રભારી ભરતભાઈ જાધવ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષભાઈ દેસાઈ, વાપી નોટીફાઈડ ચેરમેન મગનભાઈ સાવલિયા,  હેમંતભાઈ પટેલ, અમન ત્રિવેદી, જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મેહુલ પટેલ, વાપી સ્ત્ખ્ ઍડવાઈઝરી કમિટીના મેમ્બર યોગેશભાઈ કાબરીયા, દમણગંગા દૈનિક અખબારના નિવાસી તંત્રી વિકાસભાઈ ઉપાધ્યાય, તંત્રી મંજુલાબેન ઉકાણી સહિત મહિલા મોરચા અને યુવા મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્નાં હતા.