Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

મોગરાવાડીમાં મંજુરી વગર રસ્તો ખોદી નાંખ્યો

મોગરાવાડીમાં મંજુરી વગર રસ્તો ખોદી નાંખ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા પાલિકાની પરવાનગી વગર મનસ્વી રીતે સરકારી રસ્તો ખોદી નાખવાના મામલે પાલિકાની મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ‘સાઈ કૃપા અર્થ મૂવર્સ’ના સંચાલકને નોટિસ ફટકારી રૂ. ૧૧.૭૬ લાખ રૂપિયાનો દંડ   ભરવા જણાવતા પાલિકાના સભ્યોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વલસાડ નગર પાલિકા  હદ માં આવતાં વોર્ડ નં ૩ અને ૪ માં મણિનગરમાં તા. ૨૨-૦૭-૨૦૨૬ના રોજ મોગરાવાડી વિસ્તારમાં આવેલા સનરાઈઝ રેસિડન્સીથી મોટા તળાવ તરફ જતા રોડ પર  અંદાજે ૧૨૦ મીટર જેટલો રસ્તો પાલિકાની જાણ બહાર ખોદી નાખવામાં આવ્યો હતો. આ કામગીરી માટે જીજે-૧૫-ઍસ.વી.-૦૩૯૯ નંબર વાળું  જેસીબી થી રસ્તો ખોદી કાઢવામાં આવતાં પાલિકાને ભરે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવત નગરપાલિકા અધિનિયમ–૧૯૬૩ની કલમ ૧૮૮ મુજબ, ચીફ ઓફિસરની લેખિત મંજૂરી વગર કોઈપણ જાહેર રસ્તો ખોદી શકાતો નથી તેમજ કલમ ૨૪૮ હેઠળ મિલકતને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની રહે છે.
આ નિયમો હેઠળ સરકારની  મંજૂર થયેલા લ્બ્ય્ મુજબ ખોદાયેલા રોડને રીસ્ટોર કરવા માટે ૧૧,૭૬,૧૦૦ રૂપિયાનું નુકસાન કર્યું  છે. જે બદલ પ્રિયાંક આહીર રહે. મિશન કોલોની, હાલર વલસાડને નોટિસ ફટકારતા પાલિકાના સભ્યો માં ફફડાટ ફેલાઈ ગયો છે.
પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ રકમ ૭ દિવસમાં કચેરી માં જમા કરાવવી. જો નિર્ધારિત સમયમાં રકમ ભરપાઈ કરવામાં કસૂર થશે, તો સંબંધિત વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમજ રેવન્યુ રાહે મિલકત પર બોજો દાખલ કરવા સુધીનાં કડક પગલાં લેવામાં આવશેની ચીમકી આપી છે. નોટિસ આપી અને બે મહિના થવા તેમ છતાં આજદિન સુધી દંડની રકમ નહીં ભરવામાં આવી તેમ છતાં નગરપાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માની રહી છે. વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર સાઈકૃપા અર્થ મૂવર્સના જેસીબી માલિક પાસેથી દંડ વસુલાત કરશે કે તેની સામે પોલીસ ફરિયાદ ફરિયાદ કરશે. તેવી ચર્ચાઓ નગરપાલિકા સભ્યોમાં ઉઠી છે.