Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

વલસાડ જિલ્લાની પાંચ ITI ની કાયાકલ્પ થશે

વલસાડ જિલ્લાની પાંચ ITI ની કાયાકલ્પ થશે


(દમણગંગા ટાઈમ્સ)
વાપી-વલસાડ, તા. ૦૨ ઃ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની ઉપસ્થિતિમાં વાપીના વીઆઈઍના કોન્ફરન્સ હોલ ખાતે પીઍમ- સેતુ યોજનાના અમલીકરણની જાહેરાત અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદને સંબોધન કરતા મંત્રી કનુભાઈઍ જણાવ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં કૌશલ્ય વિકાસ અને રોજગારી ક્ષેત્રે ઍક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. જિલ્લાના યુવાનોને વર્તમાન સમયની ઉદ્યોગ જગતની જરૂરિયાતો મુજબ સક્ષમ બનાવવા માટે ભ્પ્-લ્ચ્વ્શ્ઁ (ર્ભ્શ્વીફુર્ત્ર્ીઁ ર્પ્ીઁદ્દશ્વજ્ઞ્ લ્ત્ત્જ્ઞ્શ્રશ્રજ્ઞ્િઁં ર્ીઁફુ ચ્ૃષ્ટશ્રંર્ક્કીણુજ્ઞ્શ્રજ્ઞ્દ્દક્ક ર્વ્શ્વીઁસ્ન્શ્ંર્શ્વૃદ્દજ્ઞ્ંઁ દ્દત્ર્શ્વં્યત્રિં્ શ્ષ્ટર્શ્વિંફુફૂફુ ત્વ્ત્સ્ન્) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. ૨૪૦ કરોડના વિશાળ રોકાણ સાથે વલસાડ જિલ્લાની ૫ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ત્વ્ત્) નું આધુનિકીકરણ (અપગ્રેડેશન) કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૨૦ કરોડ અને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૮૦ કરોડનું ફંડ ફાળવવામાં આવશે. જ્યારે બાકીનું રૂ. ૪૦ કરોડનું ફંડ વલસાડ જિલ્લાના અગ્રણી ઉદ્યોગોના ભાગીદારી સહયોગથી ઍકત્રિત કરવામાં આવશે. યોજનાના સફળ અમલીકરણ માટે જિલ્લાની નામાંકિત સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે વિશેષ કરાર કરવામાં આવ્યા છે. જેમાં મેરિલ લાઇફ સાયન્સ દર વર્ષે રૂ. ૨ કરોડ (૫ વર્ષમાં કુલ રૂ. ૧૦ કરોડ), શ્રીમદ્ રાજચંદ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ દર વર્ષે રૂ. ૧ કરોડ (૫ વર્ષમાં કુલ રૂ. ૫ કરોડ) અને હ્નાબર ગ્રૂપ દર વર્ષે રૂ. ૧ કરોડ (૫ વર્ષમાં કુલ રૂ. ૫ કરોડ) આપશે. આ ઉપરાંત આગામી સમયમાં જિલ્લાના અન્ય ખ્યાતનામ ઉદ્યોગો જેવા કે યુ.પી.ઍલ. (શ્ભ્ન્), વારી ઍનર્જીસ, ડોમ્સ (ઝ઼બ્પ્લ્), આરતી ઇન્ડસ્ટ્રીઝ, પીડીલાઇટ, બાયર, સ્કોટ પુનાવાલા, મેક્લોઇડ અને વેસ્ટર્ન રેફ્રીજરેશન પણ આ યોજનામાં જોડાવા તત્પર છે.
મંત્રી કનુભાઈઍ વધુમાં જણાવ્યું કે, આઈટીઆઈમાં નવા કોર્સ જેવા કે, ઍ.આઈ., ઍરો સ્પેસ, સેમી કન્ડકટર, સોલાર ઍનર્જી, ડ્રોન, રોબોટીક્સ સહિતના અનેક નવા કોર્સની તાલીમ અપાશે.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં સુરત બાદ બીજા નંબરે વલસાડ જિલ્લામાં પીઍમ સેતુ યોજનાનો અમલ થઈ રહ્ના છે. વિદ્યાર્થીઓને નવા કોર્સ શીખવવામાં આવશે. આ યોજના હેઠળ જિલ્લાના પારડી  ત્વ્ત્ને મુખ્ય તથા હબ અને અન્ય ચાર ત્વ્ત્ને સ્પોક તરીકે વિકસાવવામાં આવશે. હબમાં ચાર અને સ્પોક સંસ્થાઓમાં બે નવા કોર્સ શરૂ થશે, જ્યારે અન્ય અભ્યાસક્રમોને પણ અપગ્રેડ કરવામાં આવશે. આ હબ આઈટીઆઈમાં નવા ચાર કોર્સ અને સ્પોક આઈટીઆઈમાં બે કોર્સ નવા શીખવાશે. બાકીના કોર્સ અપગ્રેડ કરાશે. સ્થાનિક ઈન્ડ્રસ્ટીઝની જરૂરીયાત મુજબ કોર્સ ડિઝાઈન કરાશે.જેનાથી રોજગારી વધશે, પગાર ધોરણ સારૂ મળશે. અત્યાર સુધી આવી કોઈ યોજના આવી નથી કે જેમાં સ્કિલ પર આટલો બધો ભાર મુકાયો હોય.આ યોજનાથી વિકાસને પણ વધુ વેગ મળશે અને સ્કિલ કર્મચારીઓ માટે બહારના રાજ્યો પર નિર્ભરતા ઘટશે. તમામ સંસ્થાઓ વચ્ચે આધુનિક સાધન-સામગ્રી, લેબોરેટરી અને સંસાધનોનું સુચારુ આદાન-પ્રદાન થઈ શકશે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના અગ્રણી ઉદ્યોગોના સંયુક્ત પ્રયાસથી વલસાડ જિલ્લાના હજારો યુવાનોને સ્થાનિક કક્ષાઍ જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ અને રોજગારી-સ્વરોજગારની ઉત્તમ તકો પ્રા થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં વાપી વીઆઈઍના પ્રેસિડેન્ટ સતિષભાઈ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ મગન સાવલિયા, સેક્રરેટરી કલ્પેશ વોરા, ખજાનચી રાજુલ શાહ, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, ઍસઆઈઍના પ્રેસિડેન્ટ કૌશિક પટેલ, વીઆઈઍના ઍડવાઈઝરી બોર્ડ મેમ્બર સર્વ યોગેશ કાબરીયા, શીરિષ દેસાઈ, પ્રકાશ ભદ્રા, પારડી આઈટીઆઈના ઈન્ચાર્જ આચાર્ય ધ્રુવ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.