Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

નાંદરખા ગામે દીપડો પાંજરે પુરાયો : ફોરેસ્ટરને પંજા માર્યો

નાંદરખા ગામે દીપડો પાંજરે પુરાયો : ફોરેસ્ટરને પંજા માર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧ ઃ ગણદેવી તાલુકાના નાંદરખા ગામના વચલા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના હતો. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગ દ્વારા શનિવારે પાંજરુ ગોઠવાયું હતું. જેમાં ગુરુવારે વહેલી સવારે આશરે ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જોકે, દીપડો પાંજરે પુરાયા બાદ પાંજરાની બહાર ઍક દીપડી પણ નજરે પડતાં ગ્રામજનોમાં વધુ ફફડાટ ફેલાયો હતો.
દરમ્યાન ગુરુવારે વહેલી સવારે પાંજરામાંથી દીપડાની દહાડ સંભળાતા આસપાસના લોકોઍ ટોર્ચનાં પ્રકાશમાં જોતા પાંજરાની બહાર ઍક દીપડી પણ જોવા મળતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સૂર્યોદય બાદ અજવાળું થતાં દીપડી ત્યાંથી નાસી ગઈ હતી. અને લોકટોળા ઍકત્ર થયા હતાં. પાંજરામાં કેદ દીપડાને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પાંજરાના ઍક ટાયરમાં પંચર હોવાનું જણાતાં પાંજરાને ટ્રેક્ટરમાં ચઢાવી લઈ જવાની ફરજ પડી હતી. પાંજરું ટ્રેક્ટરમાં ચઢાવતી વખતે અંદર કેદ દીપડાઍ અચાનક પંજો મારતાં રાઉન્ડ ફોરેસ્ટર કિશોરભાઈ પટેલના ડાબા હાથમાં ન્હોર વાગ્યા હતાં. ઈજાને કારણે તેમના હાથમાંથી લોહી નીકળતાં તેમને સારવાર લેવાની ફરજ પડી હતી.