ઉમરગામ બાર ઍસો.ની મામલતદારને રજૂઆત
- byDamanganga Times
- 02 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામ બાર ઍસોસિઍશન દ્વારા મામલતદાર અને ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રજૂઆત કરી જન્મ-મરણ નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) હેઠળ અગાઉથી પેન્ડિંગ અરજીઓની સુનાવણી કરી નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે.
ઍસોસિઍશનના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન દાખલ થયેલી અનેક અરજીઓ મામલતદાર કચેરીમાં પેન્ડિંગ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ ઓગસ્ટ ૨૦૨૬ના ગેઝેટમાં જન્મ-મરણ નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જે ૧ ઓક્ટોબર ૨૦૨૬થી અમલમાં આવવાનો છે.
ઍસોસિઍશને રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉથી પેન્ડિંગ અરજીઓ અંગે નવી જોગવાઈઓમાં સ્પષ્ટ માર્ગદર્શિકા જોવા મળતી નથી. તેથી પેન્ડિંગ તમામ અરજીઓની સુનાવણી કરી કાયદેસર રીતે નિર્ણય કરવા મામલતદારને વિનંતી કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ વલસાડ જિલ્લા કલેક્ટર અને ગુજરાત રાજ્યના રાજ્યપાલના મુખ્ય સચિવને પણ મોકલવામાં આવી છે.
