ભિલાડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 02 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે ભંડારી સમાજ હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડહેલી, ભિલાડ સહિત આશરે ૧૪ ગામોના લાભાર્થીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ વળવી, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા તાલુકા ભાજપ પ્રભારી મુકેશભાઈ તિવારી, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ વરઠા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
આ ઉપરાંત તાલુકા ભાજપ મહામંત્રી સતિષ કારભારી અને ચેતનભાઈ રાઉત, તાલુકા પંચાયત સભ્ય નીતાબેન પાટકર, પૂર્વ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ, વિવિધ ગામોના સરપંચો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્ના હતા.
