ઉમરગામ દરિયા કિનારે સફાઈ અભિયાન યોજાયું
- byDamanganga Times
- 02 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉમરગામ નગરપાલિકા દ્વારા રળિયામણા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હા, નગરપાલિકાના કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓઍ સફાઈ અભિયાનમાં જોડાઈ દરિયા કિનારેથી કચરો ઍકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિતોઍ લોકોને સ્વચ્છતા જાળવવા અને દરિયા કિનારે કચરો ન ફેંકવા અપીલ કરી હતી. સાથે જ પર્યાવરણને નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહાત્મા ગાંધીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશને સાકાર કરવા સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
