ઉમરગામ ઍમ.ઍમ. હાઈ.માં ટ્રાફિક અવેરનેસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 02 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઍમ.ઍમ. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તા. ૨૪ સપ્ટેમ્બરે યોજાયેલી ઓનલાઈન ટ્રાફિક અવેરનેસ ક્વિઝમાં ૧૧૭૦ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો, જેમાંથી પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ પ્રમાણપત્ર ઍનાયત કરાયા હતા.
ઉમરગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિરાભાઈ પરમાર તથા રાજેન્દ્રસિંહ ડાભીઍ વિદ્યાર્થીઓને હેલ્મેટ, સીટબેલ્ટ, ટ્રાફિક સિગ્નલ અને રોડ સફટી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તા. ૨૬ સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓઍ પોલીસ સાથે મળીને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટના ફરજિયાત ઉપયોગ અંગે જાગૃત કર્યા હતા. વિદ્યાર્થીઓઍ વાહનચાલકોને ફૂલ અર્પણ કરી પ્રેમપૂર્વક ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
શાળાના આચાર્ય અલ્પેશકુમાર પટેલ, સહઆચાર્ય જેસલબેન શાહ સહિત સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને પોલીસ અધિકારીઓના સહયોગથી સમગ્ર અભિયાન સફળ રહ્નાં હતું.
