Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

ઉમરગામ યુઆઈઍની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઉમરગામ યુઆઈઍની વાર્ષિક સાધારણ સભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. પ્રમુખ અશોકભાઈ ગુા , સેક્રેટરી શ્યામ વિઝન, ટ્રેઝરર રત્નેશ્વર ચૌરસિયા, ઉપ-પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, યુઆઇઍ ના હોદ્દેદારો તથા ઉદ્યોગકારો ની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ ગુા દ્વારા પ્રાથમિક સ્વાગત કર્યા બાદ ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને વાર્ષિક નાણાકીય હિસાબ અને હોસ્પિટલ જેવા મહત્વના પ્રોજેક્ટ બાબતે સેક્રેટરી શ્યામ વિઝન ઍ જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ યુઆઇઍ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી ઍ આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની જરૂરિયાત વિશે ધ્યાન દોરી ઉદ્યોગકારો માટે પાણીની સુવિધા તેમજ અન્ય કેટલીક મહત્વની બાબતે ધ્યાન દોરી તે દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું. પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સોહની ઍ ઉદ્યોગકારોના હિતમાં આગની ઘટના સમયે ઇન્સ્યોરન્સ બાબતે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે વ્યવસ્થાપન કરવા અનુરોધ કર્યો હતો,  ઉમરગામ ઈન્ડસ્ટ્રિયલ ઍસોસિઍશન (શ્ત્ખ્) દ્વારા ૧ ઍપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલી વિવિધ કામગીરીનું ઓવરવ્યૂ રજૂ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન સભ્યોની સમસ્યાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી વિભાગો સાથે ફોલોઅપ, આરોગ્ય, પર્યાવરણ, સુરક્ષા, પરિવહન તેમજ સામાજિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે શ્ત્ખ્ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
આરોગ્ય ક્ષેત્રે ૨૧ અને ૨૮ મેના રોજ ય્શ્લ્ણ્ખ્ગ્ણ્ જ્બ્શ્ફઝ઼ખ્વ્ત્બ્ફ, તલાસરીના સહયોગથી આયોજિત આઈ સ્ક્રીનિંગ કેમ્પમાં ૧૩૬ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. ૩૦ લોકોને મોતિયાના ઓપરેશન માટે ઍમ.ઍલ. ધવલે મેમોરિયલ હોસ્પિટલ, પાલઘર ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે ૪૦ લોકોને ચશ્માનું વિતરણ કરાયું હતું. ઉષા ગારમેન્ટ્સ ખાતે ૩૩૭ કામદારોની આંખોની તપાસ કરી ૧૫૯ ચશ્મા આપવામાં આવ્યા અને ૧૮ કામદારોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પરિવહન અને કનેક્ટિવિટી ક્ષેત્રે ઝરી ખાડી બ્રિજના મુદ્દે ભ્ષ્ઝ઼ તથા પાલઘરના સાંસદ સાથે સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું. પરિણામે ચોમાસા પહેલાં બ્રિજ વાહનવ્યવહાર માટે કાર્યરત થયો હતો. આ ઉપરાંત ઉમરગામ રેલવે સ્ટેશનથી ઉમરગામ ટાઉન થઈ ઞ્ત્ઝ઼ઘ્ સુધી નવી બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી. ઉમરગામ રેલવે સ્ટેશન પર ફલાઈંગ રાણી ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે લાંબા સમયથી કરવામાં આવતા પ્રયાસો બાદ ૧૩ જૂન, ૨૦૨૬થી સ્ટોપેજ મળ્યું હતું. આ સુવિધાથી ઉદ્યોગોના કર્મચારીઓ, વેપારીઓ તથા સ્થાનિક લોકોને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અવરજવરમાં સુવિધા મળી છે.