Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

માણેકપુર આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું

માણેકપુર આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉમરગામ તાલુકાના માણેકપુર આંગણવાડી ખાતે ૪૦થી વધુ બાળકોને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત તથા જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ સહિતના મહાનુભાવોના હસ્તે બાળકોને પૌષ્ટિક કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જેમાં સફાઈ અભિયાન, શેરી નાટક, રક્તદાન કેમ્પ, આંગણવાડી બાળકોને પૌષ્ટિક કીટ અને અનાથ આશ્રમના બાળકોને ફળ વિતરણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આંગણવાડી વર્કર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.