Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

ભીલાડમાં આશાપુરા માતાજીના પદયાત્રીઅો માટે સેવા કેમ્પોનો પ્રારંભ

ભીલાડમાં આશાપુરા માતાજીના પદયાત્રીઅો માટે સેવા કેમ્પોનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ભીલાડમાં આશાપુરા માતાજીના પદયાત્રીઓ માટે સાત દિવસીય સેવા કેમ્પનો પ્રારંભ ભીલાડ નેશનલ હાઈવે સ્થિત ‘કાલભૈરવ’ મંદિર પરિસરમાં ‘માં આશાપુરા મિત્ર મંડળ’ દ્વારા કચ્છ ખાતે આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા તથા સાયકલ યાત્રાઍ નીકળેલા યાત્રિકોની સેવા માટે સાત દિવસીય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
માતાજીના ભક્ત સાહિદ્રભાઈ ધોડીની આગેવાનીમાં આજે સવારે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભીલાડ પોલીસ સ્ટેશનના ભ્ત્ જી.આર. ગઢવી, ભીલાડ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેન કપિલભાઈ જાદવ સહિત પંચાયત સભ્યો, નંદીગામના સરપંચ સંતોષભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના પિયુષભાઈ શાહ, જિલ્લા મંત્રી અંકિતભાઈ શાહ, ઉપસરપંચ રાજેશભાઈ સહિત સામાજિક કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
સેવા કેમ્પમાં યાત્રિકો માટે ચા-પાણી, નાસ્તો, ભોજન, આરામ અને રોકાણની વ્યવસ્થા તેમજ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માતાજીની જયજયકાર સાથે આરતી ઉતારી મહા-સાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રિકોને સેવા મળી રહે તે માટે આયોજક મંડળ અને વિવિધ ગામોના કાર્યકરો દ્વારા સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.