Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

ખડકીની કવોરીના ઊંડા પાણીમાં યુવાનનું ડુબી જતાં મોત

ખડકીની કવોરીના ઊંડા પાણીમાં યુવાનનું ડુબી જતાં મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

પારડી, તા. ૩૦ ઃ  પારડી તાલુકાના ખડકી ગામમાં  આવેલ ઍક ક્વોરીના ઊંડા પાણીમાં ઍક યુવાન નો ડૂબી જવાથી મોત થયું છે  મળતી માહિતી મુજબ પારડી તાલુકાના ઓરવાડગામમાં આનંદ નગર ખાતે રહેતા નરેશ બાબુભાઈ રાઠોડ ઉં.વ. આશરે ૫૦ બપોરે ૨ વાગ્યાના સુમારે ખડકી ગામમાં  આવેલી ઍક ક્વારીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સરપંચ શંકરભાઈ પટેલ તેમજ ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ઘટના અંગે ઁપારડી ચંદ્રપુર માગેલા લાઈફ સેવર ટીમઁને જાણ કરવામાં આવતા જીગ્નેશભાઈ માંગેલા મંગેશભાઈ માંગેલા સુખદેવભાઈ માંગેલા ની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. 

આ બનાવ અંગેની જાણ થતાં જ પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરડી પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે