Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

રાતાની ખાડીમાં શ્રીજી વિસર્જન બાદ સફાઈ અભિયાન યોજાયું

રાતાની ખાડીમાં શ્રીજી વિસર્જન બાદ સફાઈ અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૩૦ ઃ વાપી ખાતે ગણપતિ બાપ્પાના વિસર્જન બાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપી દ્વારા તા.૨૯/૦૯/૨૦૨૬ના રોજ રાતા ખાડી ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્વચ્છતા અભિયાનમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીના પ્રમુખ જીટ. રિતેશ રાવલ, ડી.ઍ. જીટ. ખ્યાતિ રાવલ, પૂર્વ પ્રમુખ જીટ. અનિતા બેન મહેતા તેમજ ગ્રુપની ટીમના સભ્યોઍ ઉત્સાહપૂર્વક જોડાઈને રાતા ખાડી વિસ્તારની સફાઈ કરી હતી. ગણપતિ વિસર્જન બાદ સ્થળ પર રહેલા કચરા તથા અન્ય સામગ્રીને દૂર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપી દ્વારા સમાજસેવા અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી આવા સેવાકીય પ્રોજેક્ટો સતત કરવામાં આવી રહ્ના છે. જાયન્ટ ગૃપ અોફ વાપી દ્વારા રાતા ખાડીમાં વિસર્જન કરાયેલા ગણેશજીની પ્રતિમા અને ફુલહાર તેમજ કચરાની પણ સાફસફાઈ કરી પર્યાવરણ જાગૃતિ અભિયાનને આગળ વધાર્યુ હતું.