Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

વાપીના રહેણાંકમાં વેપારી પ્રવૃત્તિઅો!

વાપીના રહેણાંકમાં વેપારી પ્રવૃત્તિઅો!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૦ ઃ વાપી પંથકમાં રહેણાંક સોસાયટીઓ અને કોલોનીઓમાં મકાનોનો કોમર્શિયલ ઉપયોગ બેફામ વધ્યો છે. રહેણાંક હેતુ માટે મંજૂરી લઈ બાંધેલા મકાનોમાં દુકાનો, ગોડાઉન, ઓફિસો, ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ અને નાના કારખાના ધમધમી રહ્ના છે. જેના કારણે ર્પાકિંગની સમસ્યા, ટ્રાફિક જામ, ઘોંઘાટ અને ગંદકીથી કાયદેસરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નિયમ મુજબ રહેણાંક મિલકતમાં વેપારી પ્રવૃત્તિ કરવા માટે હેતુ ફેરની પરવાનગી ફરજિયાત છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. ફરિયાદો છતાં સ્થાનિક તંત્ર દ્વારા પસંદગીના ધોરણે કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્ના છે. ત્યારે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ બાદ વાપી મહાનગરપાલિકાઍ સર્વે કરી ગેરકાયદે વપરાશ કરતી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવી જોઈઍ, તેવી પ્રબળ માંગ ઉઠી છે.