Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

ચલાના પ્રમુખ સહજ બંગલોમાં ગળું કપાયેલી હાલતમાં મિસ્ત્રીની લાશ મળી

ચલાના પ્રમુખ સહજ બંગલોમાં ગળું કપાયેલી હાલતમાં મિસ્ત્રીની લાશ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૦ ઃ વાપીના ચલા મુક્તાનંદ માર્ગ પર આવેલા પ્રમુખ સહજના ઍક બંગલોમાં ફર્નિચરનું કામ કરતો યુવક આજે સવારે ગળું કપાયેલી હાલતમાં મૃત મળી આવતા ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ આકાશ ખીલવન નિષાદ (ઉં. ૩૨, રહે. ગીતાનગર, વાપી) બંગલોમાં ફર્નિચરનું કામ કરતો હતો. આજે સવારે ૯ વાગ્યે તે ગળું કપાયેલી હાલતમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. ઘટના રાત્રિના ૧ઃ૩૦ થી સવારે ૯ વાગ્યા સુધીમાં બની હોવાનું પોલીસનું અનુમાન છે.

પ્રાથમિક તપાસમાં તેનું મોત ફર્નિચર કટર મશીનથી થયાનું બહાર આવ્યું છે. જોકે અકસ્માતે મશીન છટકતા તેનું ગળું કપાયું કે કોઈઍ તેનું ગળું કાપી હત્યા કરી તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. ઘટનાની જાણ થતા વાપી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.