Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

રૂમલામાં દિપડો પાંજરે પુરાયો

રૂમલામાં દિપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૩૦ ઃ ચીખલી તાલુકાના રૂમલા ગામે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને પરેશાન કરતો દિપડાને વન વિભાગે પકડવાની તજવીજ હાથ ધરતા રૂમલા ગામના ચીર પાડા ફળીયા ખાતે રહેતા નિલેશભાઈ ગમનભાઈ દેશમુખની વાડીમાં મૂકવામાં આવેલ પાંજરામાં ઍક કદાવર દીપડો આશરે ૩ વર્ષનો પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોઍ રાહતનો દમ લીધો છે ચીખલી વન વિભાગે દીપડાનો કબજો મેળવી જેને વેઇટરનરી ડોક્ટર પાસે તપાસ કરાવી ફરીથી વાંસદા નેશનલ પાર્ક જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.