વઘઈનો ૬ વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો
- byDamanganga Times
- 30 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૯ ઃ ડાંગના વઘઈ પોલીસમાં નોîધાયેલા અકસ્માતના ગુનામાં છ વર્ષથી ફરાર આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામા આવ્યો છે. વઘઈ પોલીસ સ્ટેશનમાં તા. ૦૬/૧૨/૨૦૨૦ના રોજ આરોપીઍ પોતાની કારથી પોલીસકર્મીની મારુતિ સ્વિફટ કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ગુનો નોંધાયા બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે વાહન માલિકની વિગતો મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને શોધવા વઘઈ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ઍનાલિસિસના આધારે તપાસ હાથ ધરતાં બાતમી આધારે આરોપી નામે યોગેશભાઈ રમેશભાઈ જાડા, ઉંમર ૩૬ વર્ષ જે હાલ સુરત શહેરના સાયણ રોડ, કોસાડ વિસ્તારમાં શિક્ષાપત્રી હાઇટ નજીક આવેલા આસ્થા રો-હાઉસ ખાતે રહેતો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી.
મળેલી બાતમીના આધારે વઘઈ પોલીસની ટીમે સુરત ખાતે પહોંચી તપાસ કરતાં આરોપીની ઓળખ અને ગુનામાં તેની સંડોવણીની ખાતરી થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડી વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
