Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

વાપીમાં દુકાન વેચાણ પ્રકરણમાં ૮ સામે છેતરપિંડીનો ગુનો

વાપીમાં દુકાન વેચાણ  પ્રકરણમાં ૮ સામે છેતરપિંડીનો ગુનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ  વાપી જીઆઈડીસીના કોમર્શિયલ પ્લોટ નં. ૩૮માં ભેરુનાથ બિલ્ડિંગના દુકાન નંબર ૧ થી ૧૪ના વેચાણમાં લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા ૮ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ  આરોપીઓઍ મેળાપીપણામાં દુકાનોના મૂળ માલિકો કંજરીયા પરિવાર પાસેથી મનોજ સજન ડાભલાઍ વેચાણ કરાર કર્યાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં બનને પક્ષકારોની હાજરીમાં નોટરાઈઝ્ડ દસ્તાવેજના આધારે પહેલા માળની દુકાન નં. ૧ થી ૧૪ના ટુકડે ટુકડે રૂ. ૧,૩૫,૦૦૦ અને ભોંયતળિયાની દુકાનો પેટે રૂ. ૧,૯૬,૦૦૦ મળી કુલ રૂ. ૩,૩૧,૦૦૦ ખોટા દસ્તાવેજોના આધારે તા. ૦૮-૦૭-૨૦૧૭થી આજદિન સુધી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ  વાપી છરવાડાના કોઠારી પરિવારના અનુપચંદ ,ભારત,હર્ષદ,વર્ષાબેન,નવીન, દક્ષા બેન,રીનાબેન કોઠારી તેમજ બલીઠા મનોજ સજન ડાભલા સામે છે. આ દુકાનો અગાઉ અન્યને વેચાણ કરારથી આપેલી હોવાનું પણ ખુલ્યું છે. આ કેસમાં મુખ્ય ભેજાબાજ મનાતો આરોપી મનોજ સજન ડાભલા રહે. બલીઠા પોલીસ પહોંચથી બહાર હોવાનું અને આગોતરા જામીન માટે કોર્ટમાં ધા નાખી હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. અંતર્ગત વર્તુળોના જણાવ્યા મુજબ જમીન વેચાણના દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવામાં આવે તો વેચાણ કરારના બોગસ દસ્તાવેજો તેમજ વપરાયેલ સ્ટેમ્પ, નોટરી વિગેરેમાં પણ ઘણી વિસંગતતા બહાર આવવાની સંભાવના છે.