Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

સેલવાસથી ચોરાયેલ ઍક્ટીવાનો ભેદ ઉકેલાયો

સેલવાસથી ચોરાયેલ ઍક્ટીવાનો ભેદ ઉકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ ડુંગરા પોલીસે સેલવાસમાં ચોરાયેલા ઍક્ટીવાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

 વલસાડ જિલ્લા  નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવે, વાપી વિભાગની સૂચના અને પીઆઈ બી.ઍન. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીસી પ્રભાતભાઈ ભિખાભાઈને ખાનગી બાતમી મળી હતી.બાતમીના આધારે કરવડ નહેર પાસેથી ઍક શંકાસ્પદ બાળકિશોરને બ્લ્યુ કલરના ઍક્ટીવા મોપેડ રજી.નં. ઞ્થ્-૧૫-ચ્ધ્-૮૬૯૬ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં આ મોપેડ અંગે સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હોવાનું ખુલ્યું હતું. પોલીસે અંદાજે રૂ. ૧,૧૦,૦૦૦ ની કિંમતનું મોપેડ કબજે કરી વધુ તપાસ અર્થે સેલવાસ પોલીસ સ્ટેશનને સોંપી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે.