Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

સેલવાસમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સેલવાસમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૯ ઃ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ઝ઼ન્લ્ખ્), સિલવાસાના માર્ગદર્શન હેઠળ મંગળવારે સિલવાસા સ્થિત હવેલી લૉ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકો માટે બાળમૈત્રીપૂર્ણ કાનૂની સેવાઓ, પીડિત વળતર યોજનાઓ, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ-૨૦૧૨ (ભ્બ્ઘ્લ્બ્), તેમજ સમાજમાં મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઍડવોકેટ રાજ ભંડારીઍ ફખ્ન્લ્ખ્ની ‘બાળકો માટે બાળમૈત્રીપૂર્ણ કાનૂની સેવાઓ યોજના-૨૦૨૪’ તથા પીડિત વળતર યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર ખુશ્બુ મિશ્રાઍ ભ્બ્ઘ્લ્બ્ અધિનિયમ-૨૦૧૨ના વિવિધ પાસાઓ અને બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષા આપવા સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે સમજ આપી હતી.