વશિયરમાં બંગલામાંથી ચોરી
- byDamanganga Times
- 30 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ નજીકના વશિયર ગામે આવેલ પ્રમુખ દર્શન ૪ માં રહેતા પરિવાર ગઈકાલે રાત્રે ભોંય તળિયે નું ઘર બંધ કરી પહેલા માળ ના રૂમમાં સુવા જતા કોઈ ચોર ઇસમે બંગલાના છત પરથી ઘરમાં પ્રવેશ કરી રોકડા ૧.૫૦ લાખ ની ચોરી થવાની સમગ્ર ઘટના ઘરની સામે આવેલ પાડોશીના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોર ઇસમો કેદ થઈ જતા મામલો વલસાડ રૂરલ પોલીસ મથકમાં ગયો છે.
વલસાડ નજીક ના વશીયર ગામે આવેલા પ્રમુખ દર્શન -૦૪ પ્લોટ નંબર ૧૮ માં હર્ષ મુકેશ નાયક ઉ.વ.૩૬ પત્ની મૃણાલી બેન નાયક, દીકરી હિયા સાથે રહે છે. અને તેઓ પાનેરા પારડી ગામે આવેલ હિલ ફર્સ્ટ હોસ્પીટલમાં ઍડ્મીનીસ્ટેટર તરીકેની નોકરી કરે છે.ગઇ તા.૨૭/૦૯/૨૦૨૬ ના રવિવારના રોજ રજા હોવાથી પત્ની તેમજ દીકરી સાથે રાત્રે ૧૦ કલાકે નીચે ભોંય તળિયા નો આગળ પાછળ નો દરવાજો બંધ કરી ઘરના ઉપરના માળ પર સુવા માટે ગયા હતા. ૨૮ મીના રોજ સવારે ઊઠીને જોયું તો ઘરના નીચે ભોય તળિયાના આગળ અને પાછળના દરવાજા ખુલ્લા જોવા મળતા કબાટની બાજુમાં લેપટોપની બેગમાં મુકેલા રોકડા રૂપિયા દોઢ લાખની ચોરી થઈ હતી. જોકે બંગલાની સામે આવેલ વિજયભાઇ બંગાલીના ધરના બહારના મુકેલ કેમેરા ચેક કરતા કેમેરામાં કોઇક અજાણ્યો માણસ જેણે વાદળી કલરનુ ટી-શર્ટ અને કાળા જેવા કલરનો પેન્ટ પહેરેલ અજાણ્યો ઈસમો ધર નો દરવાજો અંદરથી ખોલીને બહાર નિકળતો જોવા મળ્યા હતા.
