Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

આજે વાપી મનપાની સામાન્ય સભા

આજે વાપી મનપાની સામાન્ય સભા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા આગામી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બુધવારે સવારે ૧૧ૅં૩૦ કલાકે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા મિટિંગ હોલમાં મળશે.સામાન્ય સભામાં ગત તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મળેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ ચર્ચા અને નિર્ણય માટે રજૂ કરવામાં આવશે.

તા. ૧૧ સપ્ટેમ્બરની સ્થાયી સમિતિની ભલામણ મુજબ મનપાની સ્થાયી તથા ખાસ સમિતિઓને કામો મંજૂર કરવા, ખર્ચ અને કરાર કરવાની સત્તા આપવા તેમજ મંજૂર સંવર્ગોની જગ્યાઓમાં દિવ્યાંગ કેટેગરી અંગેનો મુદ્દો રજૂ થશે. ઉપરાંત વાપી ખાતે રેલવે ચેઇનેજ ૧૭૨/૧૬-૧૮ પર હાલના ય્બ્ગ્ના પુનર્નિર્માણ તથા ય્બ્ગ્ અને ય્શ્ગ્ -ોજેક્ટ માટે જમીન સંપાદન અંગે પણ ચર્ચા થશે.

વાપી મનપા વિસ્તારમાં ઘ્પ્ પ્ંફુફૂશ્વઁ લ્દ્દશ્વફૂફૂદ્દ સ્ફૂઁફુજ્ઞ્િઁં ર્પ્ીશ્વત્ત્ફૂદ્દ યોજના હેઠળની દરખાસ્તને મંજૂરી આપવા અંગે પણ નિર્ણય લેવાશે.

આ ઉપરાંત તા. ૨૧ સપ્ટેમ્બરની સ્થાયી સમિતિની ભલામણ મુજબ વાપી શહેરી બસ સેવાના સંચાલન, જાળવણી અને નીતિ ઘડતર માટેના ના રિવાઇઝ્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા શેર કેપિટલને મંજૂરી આપવા અંગે ચર્ચા થશે.

તત્કાલીન નગરપાલિકા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અને હાલમાં વાપી મહાનગરપાલિકામાં ફિક્સ પગાર આધારિત કામગીરી કરી રહેલા સફાઈ કામદારોની લાંબા સમયગાળાની નિમણૂકને બહાલી આપવા અંગેનો મુદ્દો પણ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.