વલસાડ કોલેજના પૂર્વ આચાર્યનું સુરતમાં વકતવ્ય યોજાયું
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ સાર્વજનિક યુનિવર્સિટી, સુરત ખાતે અધ્યાપક સજ્જતા કાર્યક્રમ અંતર્ગત શિક્ષણની ગઈ કાલ, આજ અને આવતી કાલ વિષય પર વલસાડ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. જે. ઍમ. નાયકના ગેસ્ટ લેકચરનું આયોજન થયું હતું. આ પ્રસંગે વક્તાઍ અધ્યાપકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષણ ઍ કોઈ પણ રાષ્ટ્રની કરોડરજજુ છે. શિક્ષણનું ક્ષેત્ર ઍ સરકાર અને સમાજ દ્વારા ઉપેક્ષિત થયેલું ક્ષેત્ર છે. શિક્ષણ ઍ સરકારની પ્રાયોરિટીમાં હોય ઍવું લાગતું નથી. વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે ઘણી બધી ફરિયાદો છે. આઉટડેટેડ થઈ ગયેલા સિલેબસના સંદર્ભે ઍમાં ધરમૂળથી મોટા ફેરફારોની આવશ્યકતા રહેલી છે. શિક્ષણની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચું જઈ રહ્નાં છે. બિલાડીના ટોપની જેમ ખાનગી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને પરિણામે શિક્ષણ મોંઘુદાટ થતું જાય છે. શિક્ષણની આવતી કાલને ઉજ્જવળ બનાવવી હોય તો શિક્ષણમાં ક્રાંતિકારી ફેરફારો આવશ્યક જ નહીં અનિવાર્ય પણ છે. પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને સ્થાને કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવ્યા વિના છૂટકો નથી. ભવિષ્યમાં હાઇબ્રીડ શિક્ષણ પદ્ધતિ અસ્તિત્વમાં આવશે ઍ નિડ્ઢિત વાત છે. યુનિવર્સિટીઓમાં સમાજને ઉપયોગી સંશોધન થાય ઍ આવશ્યક છે.
રોજગાર ક્ષમતા વગરના અભ્યાસક્રમો અને ડિગ્રીઓનો કોઈ મતલબ નથી. પ્રવર્તમાન સમયને અનુરૂપ જે અધ્યાપકો સતત અપડેટ થતા રહેશે અને નવું નવું શીખતા રહેશે ઍવા શિક્ષકો જ આવતી કાલના શિક્ષણને લાંબી આવરદા આપી શકશે ઍ નિડ્ઢિત છે. કાર્યક્રમની શરૂઆતમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પંડ્યાઍ પ્રાસંગિક ઉદબોધન કરીને વક્તાનું પુસ્તક પુષ્પથી સ્વાગત કર્યું હતું. ડો. પંડ્યા ઍ પૂરેપૂરો સમય હાજર રહીને અધ્યાપકોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઍમબીઍ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ડો.કાપડિયા અને બીઆરસીઍમ કોલેજના પ્રિન્સિપાલ ડો.જયેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. ઉષ્માબેન દેસાઈઍ કર્યું હતું.
