Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

વલસાડમાં રોડ સેફટી જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

વલસાડમાં રોડ સેફટી જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ રાજ્યભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન - સેવા મેરા યોગદાન હેઠળ વલસાડ જિલ્લા પોલીસે ઍક માર્ગ સલામતી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. તેનો હેતુ ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ ફેલાવવાનો અને રોડ અકસ્માતો ઘટાડવાનો હતો. શહેરના તિથલ બીચ પરથી શરૂ થયેલી આ રેલીમાં જિલ્લા પોલીસ વડા  ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક બાઇક રાઇડર્સે ભાગ લીધો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા  યુવરાજસિંહ જાડેજાઍ જણાવ્યું કે, સમગ્ર રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ આ જાગૃતિ અભિયાન ચાલી રહ્નાં છે. વલસાડ જિલ્લામાંથી નેશનલ હાઈવે ૪૮ અને ૫૬ જેવા મુખ્ય રસ્તાઓ પસાર થાય છે. અહીં વાહન અકસ્માતો ઘટાડવા ખૂબ જરૂરી છે.
તેમણે જણાવ્યું  કે, આ રેલીનો મુખ્ય હેતુ વાહનચાલકો હેલ્મેટ પહેરે, લેન ડ્રાઇવિંગનું પાલન કરે, સીટબેલ્ટનો ઉપયોગ કરે અને ઝડપ મર્યાદામાં વાહન ચલાવે તે છે. બાઇક ચાલકોઍ પોતાની અને રાહદારીઓની જીંદગી જોખમમાં મૂક્યા વગર, કાયદાકીય દસ્તાવેજો સાથે વાહન ચલાવવું જોઈઍ. આ સાથે જ, અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને તરત હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવવાના શપથ પણ બધા પોલીસ કર્મચારીઓ અને હાજર લોકોઍ લીધા હતા. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોલીસની આ કામગીરી ને બિરદાવતા જણાવ્યું  કે, રોડ સેફટી વિશે જાગૃતિ લાવવા માટે પોલીસની આ પહેલ ખૂબ સારી અને આવકારદાયક છે. કેટલાક યુવાનો બાઇક પર ખતરનાક સ્ટંટ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગ કરીને પોતાનો અને નિર્દોષ રાહદારીઓનો જીવ જોખમમાં મૂકે છે. લોકોઍ પોલીસની આ અપીલને ગંભીરતાથી લઈને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈઍ.મહાનુભાવોઍ તિથલ બીચ પરથી લીલી ઝંડી આપીને બાઇક રેલીને રવાના કરી હતી.આ રેલી તિથલ બીચથી શરૂ થઈને હાલર સર્કલ, સિવિલ હોસ્પિટલ, સેંગવી બ્રિજ, પારનેરા ચાર રસ્તા, ધરમપુર ચોકડી, વલસાડ-ધરમપુર રોડ બ્રિજ (સાંઈ લીલા મોલ પાસે), લ્ભ્ ઓફિસ, કલ્યાણ બાગ, મોઘાભાઈ હોલ, સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક અને ફરી હાલર સર્કલ થઈને તિથલ સર્કિટ હાઉસ ખાતે પૂરી થઈ હતી.
આ રેલી દરમિયાન, સમગ્ર વલસાડ શહેરમાં હેલ્મેટ પહેરો, ધીમે ચલાવો અને જીવન બચાવોના સંદેશ સાથે રોડ સેફટીનો મજબૂત સંદેશો  આપવામાં આવ્યો હતો.