વાપીમાં આરઓબીના ગર્ડરનું કામ શરુ ૩ ઓક્ટોબર સુધી ટ્રાફિક રહેશે
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ વાપીમાં ટાઉન અને જીઆઈડીસી ઍટલે કે પૂર્વ અને પડ્ઢિમ વિસ્તારને જોડતા નવા બની રહેલા જે ટાઈપ રેલવે ઓવરબ્રિજની ગર્ડર ચડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા મેગા બ્લોકની મંજૂરી આપવામાં આવતા તા. ૨૭ સપ્ટેમ્બરથી તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી જે ટાઈપથી જીઆઈડીસી તરફ જતો-આવતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
માર્ગ બંધ હોવાના કારણે આજે વહેલી સવારથી જ જે ટાઈપ રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતા વાહનોની અવરજવર પર ભારે અસર જોવા મળી હતી. સવારે અંદાજે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો અંડરબ્રિજ તરફ આવી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનચાલકોને લગભગ ઍકથી દોઢ કલાક સુધી ઍક જ સ્થળે ફસાઈ રહેવાની ફરજ પડી હતી. જેના કારણે ફુલ કોલેજ જતા વિદ્યાર્થીઓ અને કંપનીઓમાં કામ કરતા જતા કામદારો તેમના રોજિંદા સમય કરતા મોડા પહોંચ્યા હતા.
સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે પરથી જે ટાઈપ બ્રિજ તરફ આવતા માર્ગ પર મોદીસન કંપની તેમજ ઞ્વ્ભ્ન્ કંપની તરફ જવાના રસ્તે માર્ગ બંધ હોવા અંગે પૂરતી ચેતવણી કે સૂચનાત્મક બોર્ડ મૂકવામાં આવ્યા ન હોવાથી અનેક વાહનચાલકો સીધા અંડરબ્રિજ તરફ આવી પહોંચ્યા હતા. જેના કારણે અંડરબ્રિજમાં વાહનોનો ભારે ધસારો થયો હતો.
આ ઉપરાંત સવારે ટ્રાફિકના સૌથી વધુ ધસારાના સમયે જે ટાઈપ અંડરબ્રિજ પાસે ટ્રાફિક પોલીસ અથવા અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હોવાના કારણે પણ પરિસ્થિતિ વધુ વણસી હોવાનું વાહનચાલકોમાં ચર્ચાઈ રહ્નાં હતું. બીજી તરફ કેટલાક વાહનચાલકો દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારીને આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવતા પણ ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. આવી જ પરિસ્થિતિ અગામી ત્રણ ઓક્ટોબર સુધી રહેશે જેને જેને લઇ સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક વિભાગ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી વાહન ચાલકોને મુશ્કેલીનો ઊભી થાય તે જોવાનું રહ્નાં છે.
