ગણદેવીમાં પુત્ર-ભાભી પર હુમલો ઃ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૭ ઃ ગણદેવીમાં ગણેશ વિસર્જન દરમિયાન ઍક મહિલાને અશ્લીલ ઇશારા કરનાર યુવકને ઠપકો આપવા જતા તેના પુત્ર અને વચ્ચે પડેલી ભાભી પર ચાર શખ્સોઍ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
ગણદેવી કસ્બાવાડી નિશાળ ફળિયામાં રહેતા જૈનીશ ધીરુભાઈ પટેલ (૨૧) શુક્રવારે સાંજે મિત્ર ધ્રુવ હળપતિ સાથે બાઈક પર ગણપતિ વિસર્જન જોવા ગયા હતાં. પરત ફરી વેળા કસ્બાવાડીમાં દેસાઈની વાડી પાસેથી જૈનીશની માતા જશુબેન પગપાળા પસાર થઈ રહ્ના હતાં. ત્યારે વિરલ સુમનભાઈ નાયકા નામના યુવકે જશુબેન તરફ અશ્લીલ ઇશારા કર્યા હોવાનું જણાવતા જૈનીશે બાઈક ઊભી રાખી વિરલ નાયકાને ઠપકો આપી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા વિરલે જૈનીશનું ગળું પકડી તેને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ જીમીત સંજયભાઈ નાયકા, કેતનભાઈ અરવિંદભાઈ નાયકા અને ભાર્ગવભાઈ વિનોદભાઈ નાયકા પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. ફરિયાદ મુજબ, ચારેયે ભેગા મળી જૈનીશને મારમાર્યો જૈનીશને બચાવવા તેના ભાભી પ્રિયાબેન વચ્ચે પડતાં કેતન નાયકાઍ હાથમાં પહેરેલા કડાથી તેમના કપાળના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. દરમ્યાન મોડી રાત્રે જૈનીશને માથામાં અસહ્ના દુખાવો થતાં તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જૈનીશ પટેલની ફરિયાદના આધારે ગણદેવી પોલીસે વિરલ સુમનભાઈ નાયકા, જીમીત સંજયભાઈ નાયકા, કેતનભાઈ અરવિંદભાઈ નાયકા અને ભાર્ગવભાઈ વિનોદભાઈ નાયકા તમામ રહે. કસ્બાવાડી, નિશાળ ફળીયા, ગણદેવી સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જયેશ પટેલ ઍ હાથ ધરી છે.
