ખેડૂતોના પડતર પ્રશ્નો સરકાર સમક્ષ પહોîચાડી નિરાકરણ કરાશે ઃ કિશન પટેલ
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૭ ઃ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વલસાડ જિલ્લા કિસાન સેલ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા અંતર્ગત ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ બાદ કિસાન અધિકાર યાત્રા બારસોલ તરફ પ્રયાણ કરી હતી. કોંગ્રેસ દ્વારા જણાવ્યા મુજબ, તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આ યાત્રા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં ફરી ખેડૂતો અને ગ્રામજનોના પ્રશ્નો તથા રજૂઆતોને વાચા આપશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન ગામેગામ ખેડૂતો અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોને સંકલિત કરવામાં આવશે અને સંબંધિત પ્રશ્નો સરકાર તથા તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નો અંગે સતત રજૂઆત કરી તેમના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. કિશનભાઈ પટેલે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વન અધિકાર કાયદા હેઠળ વર્ષોથી પેન્ડિંગ દાવાઓ, સરકારી પડતર જમીનના પ્રશ્નો અને જમીનની માપણીમાં થયેલી ભૂલો જેવા મુદ્દાઓ ઉકેલવાની જરૂરિયાત અંગે વાત કરી હતી. સાથે જ ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે, ન્યૂનતમ ટેકાના ભાવ (પ્લ્ભ્)નો લાભ મળે, ઉત્પાદન ખર્ચમાં વધારાની અસર ઓછી થાય તથા પાક વીમા અને કમોસમી વરસાદથી થતા નુકસાનના પ્રશ્નો ખેડૂતોને સમયસર સહાય મળે તે અંગે સરકારનું ધ્યાન દોરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન દીવા, તાલુકા મહામંત્રી મુફિદ પઠાણ, વલસાડથી પધારેલા ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દેવુભાઈ મોકાશી, પૂર્વ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય ઈલેશ સુરતી, નરેશભાઈ ચૌધરી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
