કપરાડા, નાનાપોîઢા, ધરમપુરમાં આંગણવાડી સેવા મિલન કાર્યક્રમો યોજાયા
- byDamanganga Times
- 28 September, 2026
વલસાડ, તા. ૨૫ ઃ કપરાડા ઃ કપરાડા તાલુકાના આઈસીડીઍસના દાબખલ સેજાના વરવટ -૫ આંગણવાડી કેન્દ્રનો આંગણ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાંવઢા, સરપંચ સતીશભાઈ, ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયત સભ્યો, મુખ્ય સેવિકા, વાલીઓ, આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર, તેડાગર અને બાળકો હાજર રહ્ના હતા.
તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા વાલીઓને આંગણવાડીની મુલાકાત અને તેના લાભો લેવા માટે પ્રોત્સાહન શબ્દો કહ્ના હતા. કહાની બદલાવ કી અંતર્ગત લાભાર્થીઓ ઍ પોતાની કહાની રજૂ કરી હતી. બાળકોને સુખડી અને ફળ વિતરણ કરવામાં આવ્યા હતા અને પોષણ ચેમ્પિયન બાળકોને મુખ્ય મહેમાનના હસ્તે પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા કાર્યકર બહેનો ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
નાનાપોંઢા ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અરનાલા ગામે અરનાલા કોસમ પાતળી આંગણવાડી કેન્દ્ર પર ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી સેવા મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુપોષિત અવસ્થામાંથી બહાર આવેલા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સગર્ભા, ધાત્રી માતાને માતૃ શક્તિ (ટેક હોમ રાશન) ના પેકેટ, મુખ્ય મંત્રી માતૃ શક્તિ યોજના હેઠળ અનાજ આપવામાં આવ્યું અને હાલ જે બાળકો કુપોષિત અવસ્થામાં છે ઍમને પોષણ કીટ આપવામાં આપવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્ર થકી આંગણવાડી કાર્યકર, હેલ્પર અને આશા વર્કર ગામના લોકોને આરોગ્ય પોષણ સેવાઓ આપે છે અને સમાજને સશક્ત બનાવવામાં મહત્વની કામગીરી કરે છે. તેમની કામગીરીને બિરદાવવા મહાનુભાવોના હસ્તે તેમણે પ્રશસ્તિપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના સભ્ય જીતેન્દ્રભાઈ, ગામના સરપંચ સરીતાબેન, માજી જીલ્લા પંચાયત સભ્ય શૈલેષભાઈ, બાળ વિકાસ યોજના અધિકારી રીટાબેન પટેલ તેમજ આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ, ગ્રામજનો હાજર રહ્ના હતા.
ધરમપુર ઃ ઘટક ૧ હેઠળના સિદુંબર સેજાના આંગણવાડી કેન્દ્ર કાનુરબરડા ૨ મંદિર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મયંકભાઇ મોદી, ચીફ ઓફિસર વિજયભાઈ ઈટાલિયા, નગરપાલિકાના તમામ સદસ્ય તેમજ આઈસીડીઍસ શાખાના સીડીપીઓ, મુખ્ય સેવિકા બેન, આશા વર્કર બહેનો અને આંગણવાડીના મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.
સીડીપીઓ દ્વારા આંગણવાડીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત અને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી યોજનાઓનો લાભ લેતા લાભાર્થીઓઍ પોતાના હકારાત્મક પ્રતિભાવો અને અનુભવો રજૂ કર્યા હતા. યોજના અંતર્ગત ઍમઍમવાય , ટીઍચઆર (વ્ણ્ય્ - ટેક હોમ રેશન) અને પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યને -પ્રોત્સાહન આપવા માટે ઁસ્વસ્થ બાળક - પોષણ ચેમ્પિયન ઍવોર્ડઁ આપીને બાળક અને માતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
