વાપીના જે ટાઈપ આરઅોબી પર ગર્ડરનું કામ શરુ
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીના જે ટાઈપ રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને વેગ મળ્યો છે. પડ્ઢિમ રેલ્વે દ્વારા રવિવારે મોડી રાત્રે મેગા બ્લોક મંજૂર કરવામાં આવતા રેલ્વે ટ્રેક ઉપર બાકી રહેલા ૨૨ મીટરના સ્પાન ચઢાવવા માટે ગર્ડર ઉભું કરવાની કામગીરી હાથ ધરાશે, તેવું રેલ્વે સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રા માહિતી અનુસાર ગયા સાહે જે ટાઈપ રોડ બંધ કરી ક્રેન સહિત તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ રેલ્વે તરફથી બ્લોક ન મળતા કામગીરી થઈ શકી ન હતી.
હવે રવિવારે મેગા બ્લોક મંજૂર થતા મોડી સાંજથી તૈયારી કરી મોડી રાત્રે ગર્ડર લોન્ચિંગનું કામ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓઍ સ્થળ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બ્રિજ શરૂ થતા વાપી પૂર્વ પડ્ઢિમને જોડતા ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. કામગીરી દરમિયાન રોડ બંધ રહેતા વાહનચાલકોઍ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
